*ફરીયાદી*: એક જાગૃત નાગરીક
*આરોપી*:
(૧) બીપીનભાઇ પોલીસવાળા, કર્ણાવતી પોલીસ ચોકી , નારોલ પોલીસ સ્ટેશન અમદાવાદ.
(૨) બાલકુષ્ણ મોહનભાઇ શર્મા ઉ.વ-૪૨ , પ્રજાજન રહેવાસી- એ/૫૦૧, સાર્ય રેસીડેન્સી, નારોલ અમદાવાદ.
*ટ્રેપની તારીખ* : ૨૫/૦૧/૨૦૨૫
*લાંચની માંગણીની રકમ*: રૂ.૫૦,૦૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમ*: રૂ.૫૦,૦૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ*: રૂ.૫૦,૦૦૦/-
*ટ્રેપનુ સ્થળ*:
શૌર્ય રેસીડેન્સી એપાર્ટમેન્ટ આગળ જાહેરમાં ,નારોલ ગામ, અમદાવાદ.
*ટુંક વિગત*:
આ કામે હકીકત એવી છે કે આ કામના ફરીયાદીને ત્રણ ઇગ્લીસ દારૂની બોટલ સાથે નારોલ પો.સ્ટેની હદમાંથી પકડવામાં આવેલ અને ફરીયાદીને કર્ણાવતી પોલીસ ચોકી ખાતે લઇ જવામાં આવેલ ત્યા આ કામના આરોપી નં-૧ નાએ ફરીયાદીની વિરૂધ્ધમાં ઇગ્લીસ દારૂનો કેસ નહીં કરવા તથા ફરીયાદીનુ બર્કમેન સ્કુટર કબજે નહી કરવા આ કામના આરોપી નં-૧ નાએ ફરીયાદી પાસેથી રૂ.૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૭૦,૦૦૦/- નકકી કરી રૂ.૨૦,૦૦૦/- તે વખતે લઇ લીધેલ અને બાકીના રૂ.૫૦,૦૦૦/- આરોપી નં-૨ ને આપી દેવા જણાવેલ પરંતુ ફરીયાદીશ્રી લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદીશ્રીએ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદી આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ ગોઠવેલ લાંચના છટકા દમ્યાન આરોપી નં-૨ નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી લાંચના છટકા દરમ્યાન પકડાઇ ગયેલ છે અને આરોપી નં-૧ લાંચના છટકા દરમયાન મળી આવેલ નથી.
*ટ્રેપિંગ અધિકારી*:
શ્રી ડી.એન.પટેલ, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. સ્ટાફ
*સુપર વિઝન અધિકારી* :
શ્રી કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ.