તાંત્રિક વિધિ કરીને ચાર ગણા પૈસા કરી આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા તાંત્રિક નુવલસિંહ ચાવડાની સરખેજ પોલીસે પાંચ દિવસ પહેલાં ધરપકડ કરી હતી. જેનું આજરોજ રિમાન્ડ દરમિયાન મોત નીપજ્યું છે. આરોપીએ નુવલસિંહે સોડિયમ નાઇટ્રેટથી 12 હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.