એ.સી.બી સફળ ટ્રેપ
ફરીયાદી :- એક જાગૃત નાગરીક
આરોપી :-
રાકેશ કુમાર ચંદુભાઈ ડાભી
ઉ.વ. ૩૪,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ , પોશીના પોલીસ સ્ટેશન,
જી. સાબરકાંઠા
ટ્રેપની તારીખ:
૨૧/૦૩/૨૦૨૫
લાંચની માંગણીની રકમ : રૂા.૧૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ: રૂા.૧૨,૫૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :
રૂા. ૧૨,૫૦૦/-
ટ્રેપ નું સ્થળ :-
ન્યૂ ધનલક્ષ્મી બોરવેલના મકાનમાં,પોશીના પોલીસ સ્ટેશન સામે, પોશીના, જી. સાબરકાંઠા
ટુંક વિગત :-
આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીની પોતાની પત્નીને ભાડાની ઇકો ગાડીમાં રાજસ્થાન મૂકી પરત આવતા હતા, દરમિયાન રાત્રિના સમયે આક્ષેપિતે ફરીયાદીની ગાડી ઉભી રખાવી ચેક કરતા ગાડીમાં એક બિયર ની બોટલ મળેલ, તેની પતાવટ પેટે આક્ષેપિત દ્વારા
રૂા. ૨ લાખની માગણી કરેલ. રકઝકના અંતે રૂા ૬૦,૦૦૦/-ની માંગણી કરી ગાડી લઈ જવા અને પૈસા નહી આપે તો ફરીયાદી ઉપર દારૂનો કેસ કરવાનું કહી ફરીયાદીશ્રી પાસેથી તે સમયે 2000 રૂપિયા લઇ લીધેલ. ત્યારબાદ બીજીવાર પોશીના બજારથી પોલીસ સ્ટેશન પકડી લાવી ફરીયાદી પાસેથી ₹4,000 આક્ષેપિતે લઈ લીધેલા અને ત્યારબાદ બીજા પૈસાના અવેજ પેટે ફરીયાદીશ્રીનો મોબાઇલ લઈ લીધેલ