મહાકુંભ માટે સૂચનાઓ:
– એક વાત યાદ રાખો: ગંગા મૈયા સબ સમ્હાલ લેગી
– ચાલવાની તૈયારી રાખવી.( ૫ થી ૧૦ કિલોમીટર).
– સામાન બને એટલો ઓછો રાખવો.
– ગરમ કપડાં ખાસ રાખવા.(થર્મલ હોય તો ઉત્તમ, માથા માટે ગરમ ટોપી , કાન માં રું)
– wheels (પૈડાં વાળી બેગ રાખવી જેથી વધારે ચાલવાનું થાય તો સુગમતા રહે).
– સૌથી પહેલા સંગમ પર સ્નાન કરી લેવું. સ્નાન ૨૪ કલાક ચાલે છે.
– દરેક અમૃત સ્નાન (શાહી સ્નાન) ના ૨ દિવસ પહેલા અને ૨ દિવસ પછી બધાજ વાહન પર પ્રતિબંધ હોય છે.
એટલે ૨દિવસ પહેલા જ પહોચી જવું.
– અમૃત સ્નાનના દિવસે ઘણા લોકો ને સ્ટેશન પર થી પાછા મોકલેલ છે. તો એ ધ્યાન રાખવું
– સંગમ નું પાણી લાવવું હોય તો બેગ માં એ પ્રમાણે જગ્યા રાખવી.
– સ્નાન માટે જઇ ને આવતા લગભગ ૨ થી ૩ કલાક થશે. એ ધ્યાન રાખવું.
– સંગમ નોસ પર ઘાટ પર સ્નાન કરી શકાય છે.
– સવારે બોટ ની પણ વ્યવસ્થા છે. વચ્ચે જઇ ને પ્લેટફોર્મ પર સ્નાન કરી શકાય.
– ઈ રિક્ષા અને CNG રિક્ષા ચાલે છે.
– કોઈ પણ રસ્તો ગમે ત્યારે બંધ થઈ શકે છે.. એટલે ધીરજ રાખવી.
– જો વધારે ફરવું હોય તો આખા દિવસ માટે રિક્ષા બુક કરી લેવી. ૨૦૦૦ થી ૪૦૦૦ લેશે.
– નાગ વાસુકી ના દર્શન ખાસ કરવા. આ સિવાય અગત્ય ના દર્શન – બડે હનુમાન(લેટે હનુમાન), અક્ષય વટ, વેણી માધવ મંદિર, અલોપી દેવી મંદિર છે.
– પાછા ફરતા એરપોર્ટ કે રેલવે સ્ટશન જવા માટે ઓછામાં ઓછાં ૪ કલાક પહેલા નીકળવું
– ઇ રિક્ષા માં સંગમ જઇ ને પાછા આવવા માટે વધારે માં વધારે રૂ ૮૦૦ થાય.
– બધે જ BARGAINING કરવું .
– અખાડા ઘણા છે.. એક જ નામ વાળા પણ ઘણા અખાડા છે. તો એ મુજબ પૂછ પરછ કરી લેવી. ૧ કે ૨ દિવસ બધા અખાડા નહીં ફરાય. જે અખાડા રસ્તા માં આવે તેના દર્શન કરી લેવા.
– અખાડા ગંગા કિનારે ૧૬ થી ૨૨ સેક્ટર માં છે.
– સેક્ટર નો આશરે નકશો મુકેલ છે.
– આધાર કાર્ડ ની ૪ થી ૫ કોપી રાખવી.
– પાવર બેન્ક, ટોર્ચ, મીણબત્તી રાખવી.
– ૨૦ ,૫૦ , ૧૦૦ ની છુંટી નોટો રાખવી.
– જરૂરી દવાઓ સાથે રાખવી.