ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે દહેગામની બહિયલ કેનાલ એપ્રોચ રોડ પરથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે સ્વિફ્ટ કારમાંથી 560 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની કિંમત રૂ. 1.12 લાખ થવા જાય છે.
પકડાયેલા આરોપી સૌરભ ઉર્ફે સલ્લુ સતિષભાઈ ઠાકોર (ઉંમર 23, રહે. નવા અસારવા)ની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કાકરખાડ ગામના અજયકુમાર ઉર્ફે ડકો કાનજીભાઈ કુબેરભાઈ પાસેથી લાવવામાં આવ્યો હતો. આ જથ્થો અમદાવાદના ખેડિયા વિસ્તારમાં રહેતી મહિલા બુટલેગર આરતીબેન દિનેશજી ઠાકોરને પહોંચાડવાનો હતો.
પોલીસે કાર સહિત કુલ રૂ. 4.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને મહિલા બુટલેગર સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક લોકોની ફરિયાદ હતી કે દહેગામ પોલીસ મથકના વિસ્તારમાં દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓ વધી રહી છે, જેના પગલે પોલીસે વિશેષ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
રિપોર્ટર: એકતા ગાંધી , ગાંધીનગર
Halla bol News