સાબરમતી વિસ્તારની અંદર આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર રીતે સાબરમતી વિસ્તારના ખૂણે ખૂણેથી વેસ્ટ કચરો લાવીને અહીં ઠાલવવામાં આવે છે.
આ લોકો ઓવરલોડ ટ્રેકટર ભરીને જ્યારે રસ્તા પરથી પસાર થાય છે. આ કચરો રસ્તામાં પણ ઠાલવતા ઠાલવતા આવે છે. સાબરમતી વિસ્તાર ની અંદર આ અમદાવાદ મ્યુનિસિપાલટી કોર્પોરેશનની જગ્યા સાબરમતી નદીના કિનારે આવેલી છે જય રીવરફ્રન્ટ પ્રોજેક્ટ ધમધમી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રિવરફ્રન્ટ ની અંદર પ્રવેશ કરવો પણ ગુનાહિત પ્રવૃત્તિ છે. સાબરમતી વિસ્તારમાં કોર્પોરેશનને ઓનલાઈન તથા ઓફલાઈન રજૂઆત કરવામાં આવેલી છે. તેમ છતાં સાબરમતી વિસ્તારના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી…. આ બધું કોના રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે……???
ત્યાંના સ્થાનિક રહીશો તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર આ બધું સાબરમતી ઝોનલ ઓફિસના આસિસ્ટન્ટ કમિશનર કિરણ વનાલિયા સાહેબની રહેમ નજર હેઠળ ચાલે છે કે શું……???
અગાઉ પણ અનેક મીડિયામાં આના ફોટા તથા વિડીયો વાયરલ થયા છે. આ સમગ્ર તંત્ર છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. તો આની પાછળ કોણ છે અને કેટલા મોટા પ્રમાણે હપ્તા ચાલી રહ્યા છે જોવાનું રહ્યું….?
કાયદો ફક્ત કાગળ પર નજરે આવી રહ્યો છે અને આ સરકારી બાબુઓ જલસા કરી રહ્યા છે એવું કયાંક ને ક્યાંક નજરે પડી રહ્યું છે ….??
રિપોર્ટર બંસી પટેલ
સાબરમતી હલ્લાબોલ ન્યુઝ