જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે ટકોર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત શાંતિપૂર્ણ રાજય છે પરંતુ એવું કંઈ જણાતુ નથી. મહિલાઓને તો તમે સુરક્ષા આપી શકતા નથી..? પોલીસવાળાને સત્તા આપી છે, તો તેનો દૂરપયોગ કરવાનો…? પબ્લીકને તમારે કંઈ મદદ કરવાની કે નહી…? દર સેકન્ડે આપણે વાંચીએ છીએ કે, તલવારો લઈને જાહેરમાં માણસોએ, ફાયરીંગ કર્યુ, વાહન અથડાયા તો મારામારી થઇ ગઇ..એ બંધુ કંટ્રોલ કરવાનું છે તમારે કે આ બધુ કરવાનું છે..?
તમે તો પેરેલલ સીસ્ટમ ચલાવો છો..શું આ તમારું કામ છે.
હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે, ખરેખર તો, પોલીસનો એક ડર હોવો જોઈએ ગુંડાઓમાં..પરંતુ તેમ કરવાના બદલે તમે તો પેરેલલ એક સીસ્ટમ ચલાવો છો. આ તમારું કામ છે…? એ કોર્ટનું કામ છે તેના પુરાવા-દાવા જોઈને..નક્કી કરવાનું. આ તમારું કામ નથી. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાની પરસ્થિતિ જાળવવાનું છે અને તે પણ કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા સાથે.