Wednesday, October 16, 2024

*ગુજરાતમાં ફરી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ…

*ગુજરાતમાં ફરી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ…*
*ભરૂચના અંકલેશ્વરમાં ઝડપાયું 5,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ…*

ભરૂચના અંકલેશ્વર માંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું, દિલ્હી અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં હાથ ધર્યું હતું

- Advertisement -

અંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ‘ડ્રગ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન’ હેઠળ,

અંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ‘ડ્રગ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન’ હેઠળ, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં હાથ ધર્યું હતું.

મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે ગુજરાતના અંકલેશ્વરમાં આવકાર ફાર્મામાં સર્ચ દરમિયાન 518 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે.

આ અંગેની મળતી વિગતો અનુસાર દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન કર્યું હતું. જેમાં આવકાર ફાર્મા નામની ખાનગી કંપનીમાંથી 518 કિલો કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો .આ જથ્થાની બજાર કિંમત રૂપિયા 5000 કરોડ થવા જાય છે. આ મામલે દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે…

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org