સાબરમતી વિસ્તાર માં AMC ની બેદરકારી ના કારણે કોઈ નો જીવ જોખમ માં મુકાશે તો જવાબદાર કોણ ….??
ગુજરાત ના નંબર 1 નરેન્દ્રમોદી સ્ટેડીયમ જવાના માર્ગ પર જ અમદાવાદ મ્યુ કોર્પોરેસન ની ગંભીર બેદરકારી અનેક રજૂઆત અને કમ્પ્લેન કરવા છતાં તંત્ર ના આંખ અને કાન બંધ કેમ …
સાબરમતી વિસ્તાર માં રોડ ના ખાડા ના કારણે કોઈ નો જીવ જશે તો જવાબદાર કોણ
સાબરમતી ટોલનાકા થી મોટેરા સ્ટેડીયમ માર્ગ પર રાત્રી ના સમયે અનેક માર્ગ અકસ્માત થયા છે . તમે મિત્રો નીચે વીડિઓ જોઈ શકો છો .રસ્તા ની કફોડી હાલત
રાહદારીઓ ની અનેક કમ્પ્લેન છતાં AMC ના અધિકારી ( મહેશભાઈ પ્રજાપતિ મો: ૯૦૯૯૦૮૩૦૬૮) ધ્વારા કમ્પ્લેન ઓટો ક્લોશ કરી દેવામાં આવે છે .એવું કહેવામાં આવે છે કામ પ્રોગ્રેશ માં છે . અને પૂછવામાં આવતા કે કમ્પ્લેન કેમ ક્લોશ કરી તો પોતે કોઈ વાત ની જાણ ના હોવા નું કહેવામાં આવે છે .ફરિયાદી ધ્વારા પૂછવામાં આવતા કહેવામાં આવે છે કે અમારી પાસે માલ સમાન નથી રોડ માં ખુલેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે .
આના પર ગભીરતાથી પગલા લેવામાં ના આવ્યા અને કોઈ નું રોડ અકસ્માત થયું તો તેનું જવાબદાર ફક્ત ને ફક્ત સાબરમતી ના AMC ના લગતા વળગતા અધિકારી રહેશે .
( રિપોર્ટર :બંસી પટેલ અમદાવાદ )