ગાંધીનગર તાલુકા માં રૂપાલ ગામે વરદાયીની માતાજી નું ભવ્યાતિભવ્ય પ્રાચીન મંદિર છે.આ મંદિરે થી દર આસો સુદ નોમ નવમા નોરતે મોટી જ્યોત સાથે માતાજી ની પાલખી ની શોભા યાત્રા મંદિરમાં થી ગામમાં જાય છે અને ગામના તથા અન્ય શ્રદ્ધાળુઓ માતાજી આ પાલખી પર ઘી ચડાવે છે. બાધા પુરી કરેછે. આ પાલખી માં ચારે બાજુ ચાર જ્યોત અને એક મોટી જ્યોત ઉપર હોયછે શ્રદ્ધાળુઓ ડોલ થી ઘી ચડાવતા હોય છે પાલખી પર સેવા આપતા માં ના સેવકો માં ની પાલખી માં સતત ઘી ચડાવે છે પણ કોઈ જ્યોત માં કોઈ દાઝતુ નથી તેજ માતાજી ની હાજરી દેખાય છે અને શ્રધ્ધા ની આ જ્યોત વિશ્વાસ ની જ્યોત માં માં ના રૂડા દર્શન થાયછે. અને રૂપાલ ગામે ધી ની નદીઓ વહેતી જેવું જોવા મળે છેબસ અશક્ય ને શક્ય કરે તેનું નામ “માં” જય હો વરદાયિની માતાજી.