ગાંધીનગર એલસીબીએ વાસન મહાદેવ ગામની સીમમાં સફળ કાર્યવાહી કરી છે. વાસનથી રાંધેજા જતા રોડ પર સરકારી શાળાની પાછળથી પોલીસે સફેદ કિયા સેલ્ટોસ કાર (GJ-27-DH-9620) પકડીપાડી હતી
કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1476 બોટલ અને ટીન (51 પેટી) મળી આવી છે. આ દારૂની કિંમત 5.39 લાખ રૂપિયા છે. પોલીસે 7 લાખની કિંમતની કાર જપ્ત કરી છે. કારમાંથી બે નકલી નંબર પ્લેટ (GJ-03-MR-0170) પણ મળી આવી છે. કુલ મુદ્દામાલની કિંમત 12.39 લાખ રૂપિયા છે. કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.
આ કાર્યવાહી ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળાને પ્રોહિબિશન અને જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. એલસીબીની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે. હાલ પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે.