Wednesday, March 12, 2025

ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તા.27 ફેબ્રુઆરી થી શરૂ થઈ રહી છે… ત્યારે બોર્ડની પરીક્ષા આપનાર તમામ દીકરા દીકરીઓને ખુબ ખુબ હાર્દિક શુભેચ્છા…..

.ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તા.27 ફેબ્રુઆરી થી શરૂ થઈ રહી છે… ત્યારે બોર્ડની પરીક્ષા આપનાર તમામ દીકરા દીકરીઓને ખુબ ખુબ હાર્દિક શુભેચ્છા…..

🍁BEST OF LUCK🌷

- Advertisement -

આખા વર્ષની અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે. માતાપિતાનું નામ રોશન કરો એવી તમામ પરીક્ષાર્થીઓને ખુબ હાર્દિક શુભેચ્છાઓ

*બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાના મુદ્દા :*

*૧*). તમારો દ્રઢ વિશ્વાસ જાળવી રાખો
*૨*). પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખો.
*૩*). કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ.
*૪*). પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો.
*૫*). પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.
*૬*). પરીક્ષાના સમય ગાળા દરમિયાન બિનજરૂરી ફરવાનું ટાળો.
*૭*). હોલ ટિકિટની ઝેરોક્ષ કઢાવી રાખો.
*૮*). પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો.
*૯*). exam પેડ સાથે રાખો.
*૧૦*). કંપાસમાં પુરા અને સારા સાધનો રાખો.. બુઠા અને જુના સાધનો તકલીફ કરશે.
*૧૧*). આપને આપવામાં આવેલું પ્રશ્નપત્ર પૂરું વાંચો..
*૧૨*). જે પ્રશ્ન તમને આવડે છે તેને પહેલા સરસ રીતે લખો.
*૧૩*). હાથ ઉંચો કરી સુપરવાઇઝર સાહેબને તમારા પ્રશ્નો (પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો. They will definitely help you.
*૧૪*). તમને આપવામાં આવેલી જવાબવહીમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ કરવું નહિ.
*૧૫*). સ્પ્રે કે અત્તર ન લગાવવું.
*૧૬*). Superviser સાહેબની તમામ સુચનાઓનો કડક અમલ કરવો.
*૧૭*). કપડાં નવા હોય તેના કરતાં સવલત વાળા હોય તો સારું.
*૧૮*). પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરતજ ઘરે પહોંચવું… પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે.
*૧૯*). ગયેલા પ્રશ્નપત્રની બિનજરૂરી ચર્ચા ના કરો..
*૨૦*). જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ.
*૨૧*).અફવાઓ થી દુર રહેવું..
*૨૨*). યાદ રાખો…. આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.
*૨૩*). યાદ રાખો…. પરિણામ, હમેશા તમારી પડખે છે. ઉત્સાહ અને આત્મ વિશ્વાસ જાળવી રાખો.

ધોરણ 10 અને 12 ના દરેક વિદ્યાર્થીને હલ્લાબોલ ન્યુઝ તરફથી હાર્દિક શુભેચ્છાઓ

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org