સાબરમતી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ડેમો ફોટો
સુત્રો દ્વારા માહિતી નીલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની ની અંદર કામ કરતા મજુર અકસ્માત નો ભોગ બન્યો છે . સુત્રો દ્વારા માહિતી એવી છે કે આ મજૂરોને સેફટી ના કોઈ સાધનો પૂરા પાડવામાં આવ્યા નથી.
પોતાની જાન ના જોખમે આ કામ કરી રહ્યા છે. આપવામાં આવેલ કોન્ટ્રાક્ટર માં સબ કોન્ટ્રાક્ટર ગૌતમભાઈ ની ટીમના માણસને ગંભીર ઈજા થઈ છે.
દર્દીને સારવાર અર્થે નજીકમાં જ પંચશીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને એવી માહિતી છે કે દર્દીની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. અગાઉ પણ અનેક રજૂઆત કરવા છતાં તંત્ર ગોર નિંદ્રામાં છે. ફરી એકવાર મજૂરોનો જીવ જોખમમાં મુકાશે તેનું જવાબદાર કોણ…..???
જો પ્રધાનમંત્રી આવાસ યોજના ની અંદર જ સેફટી ના સાધનો પૂરા પાડવામાં ન આવે અને જીવનું જોખમ હોય… તો મજુર કઈ રીતે અગાઉ કામ કરશે.. અને તંત્ર આ જોખમી ભરી પરિસ્થિતિની સાંખી લેશે કે કેમ….?? લાગતાવળગતા કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ….???
જે કંપનીને આ ટેન્ડર આપવામાં આવ્યું છે. તે કંપનીની કોઈ જવાબદારી રહેશે કે નહીં…..???
જે મજુર ને વાગ્યું છે તેને તેનું વળતર મળશે કે નહીં….???
હવે જોવાનું એ રહ્યું આની ઉપર કઈ રીતના કાયદેસરના પગલાં લેવામાં આવે છે…..??
અહેવાલ : બંસી પટેલ
આગળના વધુ અહેવાલ માટે જોતા રહો. હલ્લાબોલ ન્યુઝ ચેનલ ને , પડે પણ ની તાજા ખબર, તટસ્થ સચોટ માહિતી અને ભ્રષ્ટાચાર વિરોધી ન્યુઝ એટલે હલ્લાબોલ ન્યુઝ…@