હવે ATMમાંથી દર મહિને માત્ર ૩ વખત જ મફતમાં પૈસા ઉપાડી શકાશે. પછી, દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ
• જો તમે તમારી પોતાની બેંકને બદલે અન્ય કોઈ બેંકના ATMમાંથી રોકડ ઉપાડો છો, તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 30 રૂપિયા ચૂકવવા પડશે.
• આ સિવાય એક દિવસમાં વધુમાં વધુ 50,000 રૂપિયા જ ઉપાડી શકાશે.
• કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 4 થી 7નો ઘટાડો
• 1 ફેબ્રુઆરીથી, ખાસ અક્ષરો (જેમ કે @, #, $, વગેરે) ધરાવતા UPI ID સ્વીકારવામાં આવશે નહીં
• હવે UPI યુઝર્સે માત્ર આલ્ફાન્યૂમેરિક કેરેક્ટરનો ઉપયોગ કરીને તેમનું ID બનાવવું પડશે.
• 1લી ફેબ્રુઆરીથી મિનિમમ બેલેન્સ લિમિટમાં ફેરફાર થશે. SBIમાં ખાતાધારકોએ હવે 3000 રૂપિયાની જગ્યાએ 5000 રૂપિયા રાખવા પડશે. PNBમાં 3500 જ્યારે કેનેરા બેંકમાં 2500
• વ્યાજ દરમાં ફેરફાર: SBI, PNB અને અન્ય બેંકો હવે બચત ખાતાઓ પર વધુ વ્યાજ આપે તેવી શક્યતા છે. 1 ફેબ્રુઆરીથી બચત ખાતા પર વ્યાજ દર ૩ ટકાથી વધારીને 3.5 ટકા કરી શકે છે. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકોને બચત ખાતા પર 0.5 ટકા વધારાનું વ્યાજ મળશે.
• મારુતિની કાર થઈ મોંઘી: મારુતિ સુઝુકીના વિવિધ મોડલની કિંમતો 1 ફેબ્રુઆરી, 2025થી વધારવામાં આવી છે. મારુતિની કાર 32,500 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.