*અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવીને 1.35 કરોડની છેતરપિંડી, ભુજમાંથી ઝડપાયા બે રાજસ્થાની*//કચ્છ: ભુજમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે 1.35 કરોડનો સાયબર ક્રાઇમ કરતા બે ગુનેગારોને ઝડપી પાડયા છે. પોતાના આર્થિક ફાયદા માટે અલગ અલગ બેંકોમાં બેંક એકાઉન્ટ ખોલાવીને અલગ અલગ આધાર કાર્ડ, પાન કાર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન સાયબર ક્રાઇમ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ રાજસ્થાની વ્યકિતઓ ભુજમાં મુંદ્રા રોડ પર આવેલી ભાનુશાલી નગરમાં આવેલા હરી રત્ન બિલ્ડીંગ ફલેટ નં- 203 માં રહેતા હતા. જેથી બાતમીના આધારે તપાસમાં શિશપાલ ઉર્ફે સુભાષ બાબુરામ ધનારામ તથા ગોવિંદરામ ઉર્ફે ગોવર્ધનરામ મુન્નારામ કુલારામ બિશ્નોઈ હાજર મળી આવ્યા હતા.