ભૂપેન્દ્રસિંહ ઝાલા (BZ) ને નામદાર કોર્ટ સામે રજૂ કર્યા બાદની અપડેટ!
BZ Case | BZ ગ્રુપના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડના આદેશ અપાયા છે. BZ ગ્રુપમાં કુલ 11,000થી વધુ રોકાણકારો એ પોતાના રૂપિયા રોક્યા હોવાની કબૂલાત ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં BZ ગ્રુપની કુલ 17 શાખાઓના ખુલાસા થયા છે જેમાં પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર, પાલનપુર, રાયગઢ, ભિલોડા, ખેડબ્રમ્હા, ગાંધીનગર, મોડાસા, રણાસણ, માલપુર, લૂણાવાણા, ગોધરા, બાયડ, વડોદરા, ડુંગરપૂર (રાજસ્થાન), રાજુલા ખાતે ચાલતી શાખાઓ મારફતે રોકાણકારો પાસેથી કરોડો રૂપયાની ઉઘરાણી થઈ એવી પ્રાથમિક તપાસ સામે આવી છે.
આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 17થી 18 મિલકતો વસાવેલ હોવાનું જાણવા મળ્યું છે. આમ મુખ્ય આરોપીને હજુ 7 દિવસ રિમાન્ડ પર રાખીને વધુ વિસ્તૃત વિગતોની જાણ CID મેળવી રહેલ છે. અન્ય આરોપીઓની સ્થાવર અને જંગમ મિલકતો જેમાં શેરથી લઈને બિટકોઇન વગેરે વિશે હાલ તપાસ ચાલુ છે.