Saturday, February 22, 2025

નગરો – મહાનગરો સહિત શહેરી ક્ષેત્રના સમ્યક વિકાસનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ

નગરો – મહાનગરો સહિત શહેરી ક્ષેત્રના સમ્યક વિકાસનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ
———-
૧૭ નગરપાલિકાઓ – ૭ મહાનગરપાલિકાઓ અને ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને વિવિધ વિકાસ કામો માટે એક સાથે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા
———
મહાનગરો – શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ સાથે ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને પણ શહેરી જન સુવિધા સુખાકારી માટે નાણાં ફાળવણીથી ઈઝ ઓફ લિવિંગ વધારવાનો ધ્યેય
——–
* ૧૭ નગરપાલિકાઓ રાધનપુર, ઊંઝા, કડી, નડીયાદ, માણસા, ધાનેરા, દહેગામ, ભરૂચ, પાલનપુર, ડભોઈ, મુન્દ્રા-બારોઈ, ચોટીલા, થરા, વિરમગામ, દ્વારકા, આણંદ અને વાઘોડિયા
* ૭ મહાનગરપાલિકાઓ ગાંધીનગર, અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર
* ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોમાં ભાવનગર, વડોદરા અને જામનગરને મળશે લાભ
——–
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે
* મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. ૧૪૧.૩૭ કરોડ
* આંતર માળખાકીય સુવિધાના વિકાસ કામો માટે રૂ. ૫૦૦.૪૩ કરોડ
* ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે રૂ. ૩૬.૩૮ કરોડ
* આઉટ ગ્રોથ એરિયાના વિકાસ કામો માટે રૂ. ૧૪૮.૧૧ કરોડ
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમ્યક શહેરી વિકાસની નેમ સાકાર કરતાં રાજ્યની ૭ મહાનગરપાલિકાઓ, ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત ૧૭ નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂ. ૧૦૦૦.૮૬ કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલોપમેન્ટને પરિણામે વધતા જતા વ્યાપાર-ઉદ્યોગને કારણે વધી રહેલા શહેરીકરણ અને શહેરોમાં ઉત્તરોત્તર વધતી જન સંખ્યાની સુવિધા સુખાકારી માટે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૧૦માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરી હતી.

- Advertisement -

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે આ યોજનાની સફળતાને પગલે ૨૦૨૬-૨૭ સુધી તેને ચાલુ રાખી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત આ ૧૦૦૦.૮૬ કરોડ રૂપિયાના બહુવિધ કામો માટે મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ ૧૪૧.૩૭ કરોડ રૂપિયા મંજૂર થયા છે તેમાં નવી રચાયેલી મુન્દ્રા-બોરાઈ નગરપાલિકાને ચોમાસામાં ભારે વરસાદથી માર્ગોને થયેલા નુક્શાનની મરામત અને નવા માર્ગો માટે ૭ કરોડ ૭૫ લાખ સહિત વાઘોડિયા નગરપાલિકા માટે ૪.૪૬ કરોડ, ડભોઇ માટે ૧.૭૫ કરોડ તેમજ ૩ મહાનગરપાલિકાઓ જુનાગઢને રૂ. ૨૫ કરોડ, જામનગરને રૂ. ૪૭.૫૩ કરોડ તથા ભાવનગરને રૂ. ૫૪.૮૮ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકમાં ૭૦:૨૦:૧૦ના ફાળા સાથે ખાનગી સોસાયટીઓમાં પેવર બ્લોક, ઘરગટર જોડાણ, પાણીની પાઇપલાઇન નાખવા જેવા વિવિધ કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત વડોદરા અને ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ ૧.૬૦ કરોડ ઉપરાંત ‘બ’, ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓ ધાનેરા, વિરમગામ, દ્વારકા, આણંદ, કડી, નડિયાદ અને માણસા માટે કુલ ૩૪.૭૮ કરોડ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ આઉટગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ અન્વયે નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં સી.સી. રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઇપલાઇન, ડામર રોડ બનાવવા જેવા કામો માટે જુનાગઢ અને ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત ચોટીલા, ધાનેરા, દહેગામ, ભરૂચ અને પાલનપુર નગરપાલિકાઓને કુલ મળીને ૧૪૮.૧૧ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.

નગરો-મહાનગરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટીઝ – આંતરમાળખાકીય સુવિધાના કામો અન્વયે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં રોડ રસ્તા, ગાર્ડન, સ્કૂલ-કોલેજ બિલ્ડીંગ્સ, સ્લમ વિસ્તારના કામો, ટ્રાફિક મેનેજમેન્ટ વ્યવસ્થાના કામો, ભૂગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન સહિતના કામો હાથ ધરવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અન્વયે સમગ્રતયા ૬૧૧.૩૯ કરોડના વિવિધ કામો મંજૂર કર્યા છે. આ કામોમાં અમદાવાદ મહાનગરપાલિકાને ૩૬.૨૭ કરોડ સ્ટોર્મ વોટર લાઈન માટે, ભાવનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને ૧૮.૨૭ કરોડ અને ઊંઝા નગર પાલિકાને ૪.૭૦ કરોડ મંજુર થયા છે.

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org