સવારે નીકળેલો માણસ અસ્માત કે મારામારી વિના આવે ત્યારે હાશકારો થાય તેવી સ્થિતિ
હાઇકોર્ટે બહુ વેધક ટિપ્પણી કરી હતી કે, આજે માણસ રાત્રે કે દિવસે નીકળી શકતો નથી. ઘરેથી સવારે નીકળે તો અકસ્માત વિના કે મારામારી થયા વિના પાછો ઘેર આવે ત્યારે હાશકારો થાય તેવી ગંભીર સ્થિતિ છે. કેટલાક શહેરો અને અમદાવાદના અમુક વિસ્તારોમાં હવે આવી ચિંતાજનક પરિસ્થિતિ બની રહી છે. તમારા ઉચ્ચ અધિકારીઓએ આ માટે વિચારવું જોઈએ.
ડ્રગ્સ આટલું બધુ મળે છે, દારૂ આટલો વેચાય છે
તો એ બધું અટકાવો ને…
હાઇકોર્ટે પોલીસને જણાવ્યું કે, ડ્રગ્સ આટલુ બધુ મળે છે., આટલો દારૂ વેચાય છે…ગેમ્બલીંગ આટલુ બધુ થાય છે તમારી ડયુટી જે બજાવવાની છે તે બજાવોને…આ બધુ અટકાર્વો ને..જે અનલોફુલ એકટીવીટી છે તે અટકાવો ને…તેમાં તો તમે સહેજપણ સાવધાન નથી અને તમને રસ નથી. કયા સ્ટેજ પર સ્થિતિ લઇ જવાની છે.