Thursday, November 21, 2024

જવાહર નવોદય વિદ્યાલય રાજકોટ ખાતે ધો.૯ અને ૧૧ માં ખાલી પડેલ જગ્યાઓ અંગે પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીનો પ્રારંભ


રાજકોટ તા. ૧૫ ઓક્ટોબર – ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય, તરઘડી, તા. પડધરી, જી. રાજકોટમાં ધોરણ ૯ અને ધોરણ-૧૧ની શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં લેટરલ એન્ટ્રીની ખાલી પડેલ જગ્યાઓ સંદર્ભે પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ઉમેદવારો તા.૩૦-૧૦-૨૦૨૪ સુધીમાં www.navodaya.gov.in તથા https://cbseitms.nic.in/2024/nvsix/ & https://cbseitms.nic.in/2024/nvsxi11/ OR https://navodaya.gov.in/nvs/nvs-school/RAJKOT/en/home વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. ધોરણ-૯ અને ધો. ૧૧ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-૮ અને ૧૦માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં અભ્યાસ કર્યો હોવો જરૂરી છે. ધો.૯મા અરજી કરવા ઈચ્છુક ઉમેદવારની જન્મ તારીખ ૦૧/૦૫/૨૦૧૦ થી તા. ૩૧/૦૭/૨૦૧૨ સુધીની તેમજ ધો.૧૧મા અરજી કરવા ઈચ્છુક ઉમેદવારની જન્મ તારીખ ૦૧/૦૫/૨૦૦૮ થી ૩૧/૦૭/૨૦૧૦ સુધીની (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ.
આ અંગેના નિયમો તમામ કેટેગરીના ઉમેદવારોને લાગુ પડશે તેમજ પ્રવેશ પરીક્ષા તા. ૦૮/૦૨/૨૦૨૫ના રોજ લેવામાં આવશે તેમ પી.એમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય રાજકોટના પ્રભારી પ્રાચાર્ય શ્રી રામકુમારની યાદી દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org