Saturday, March 22, 2025

સફેદ એલ.ઈ.ડી.” લગાવેલા વાહનો વિરુદ્ધ સ્પેશ્યલ ડ્રાઈવ પોલીસ: ૫૧ વાહનચાલકો દંડાયા

*”સફેદ એલ.ઈ.ડી.” લગાવેલા વાહનો વિરુદ્ધ સ્પેશ્યલ ડ્રાઈવ યોજતી ટ્રાફિક પોલીસ: ૫૧ વાહનચાલકો દંડાયા*

*રાજકોટ તા. ૦૬ ફેબ્રુઆરી -* વાહનોમાં અનઅધિકૃત રીતે સફેદ એલ.ઈ.ડી. બલ્બ લાઇટ લગાવવાના કારણે રાત્રિ દરમિયાન સામસામે આવતા વાહનોના ડ્રાઇવરો અંજાઇ જતા જીવલેણ માર્ગ અકસ્માત બનતા હોય છે. જેથી, શહેરી વિસ્તારમાં અને નેશનલ હાઇ-વે/સ્ટેટ હાઇ-વે પર આવા પ્રકારના બનતાં જીવલેણ માર્ગ અકસ્માતમા ઘટાડો લાવવા માટે પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નરશ્રી ટ્રાફિક પૂજા યાદવ અને મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ટ્રાફિક શાખા જે.બી.ગઢવી અને ટ્રાફિક શાખાના અધિકારી/કર્મચારીઓ દ્વારા વાહનોમાં અનઅધિકૃત અથવા વધારાની લગાવેલી અતિ તિવ્રતાવાળી હેડ લાઇટ (White Light) વાળા વાહન ચાલકો વિરુધ્ધ શહેરી વિસ્તાર અને નેશનલ હાઇ-વે/સ્ટેટ હાઇ-વે પર આર.ટી.ઓ. વિભાગ સાથે સંયુકત ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ-૫૧ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ ચાલુ રાખવામા આવશે તેમ નાયબ પોલીસ કમિશ્નરશ્રી ટ્રાફિક પૂજા યાદવની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -

*

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org