Thursday, February 13, 2025

સુત્રો ધ્વારા માહિતી નેહાકુમારી દુબે મહીસાગર જીલ્લા કલેકટર ધ્વારા અનુ .સૂચિત જાતિ ના અરજદાર વિરુધ જાહેર માં અભદ્ર ભાષા પ્રયોગ કરવા માટે સાબરમતી પોલીસ સ્ટેસન માં ફરિયાદ………….

- Advertisement -

આજ રોજ,

નેહા કુમારી દુબે (કલેકટર,મહીસાગર) વિરુદ્ધમાં સમસ્ત આદિવાસી, દલિત સમાજના જાહેર મંચ પરથી કરવામાં આવેલ અપમાન બદલ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે સામાજિક આગેવાનો દ્વારા લેખિતમાં અરજી દાખલ કરવામાં આવેલ છે.

કાયદાકીય જોગવાઈ મુજબ IAS નેહા કુમારી દુબેને તાત્કાલિક ધોરણે ફરજ ઉપરથી હટાવવામાં આવે , અને જાહેરમાં અનુસૂચિત જાતિ ની માફી માંગવામાં આવે એવી માંગ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે .


અને જો સરકાર શ્રી આના ઉપર કડક કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં સાબરમતી વિસ્તાર ના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા જરૂર પડી તો કલેકટર કચેરી આવેદન આપવામાં આવશે, અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

રિપોર્ટર: બંસી પટેલ ( સાબરમતી , અમદાવાદ)

 

 

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org