Thursday, February 13, 2025

સાબરમતી વિસ્તારમાં કોર્પોરેશનના અંદરના સરકારી બાબુઓ દ્વારા ચાલતી લાલિયા વાડીનો પરદા ફાસ

 

સાબરમતી વિસ્તારમાં કોર્પોરેશનના અંદરના સરકારી બાબુઓ દ્વારા ચાલતી લાલિયા વાડીનો પરદા ફાસ
સાબરમતી વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ જો કોઈ ત્રાહિત વ્યક્તિ કોર્પોરેશન ને લગતી સાફ-સફાઈ ને લગતી કોઈ કમ્પ્લેન કરે છે. તો આ કોર્પોરેશનના મળતીયાઓ વિક્રમભાઈ મોં – 7600705700 દ્વારા તેમને ઓનલાઇન કમ્પ્લેન ના કરવાનું કહેવામાં આવે છે. એમને એવું કહેવામાં આવે છે કે તમારો કમ્પ્લેન નું સમાધાન અમે કરી દઈશું અત્યારે અમે કમ્પ્લેન ઓફ કરી રહ્યા છીએ. ત્યારબાદ કમ્પ્લેનનું કોઈ જાતનું સમાધાન કરવામાં આવતું નથી. અને જો ફરી કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા આ કમ્પ્લેન કરવામાં આવે છે. તો તેને આડકતરી રીતે દબાણ કરવામાં આવે છે, અને એવું કહેવામાં આવે છે કે તમે આ વિસ્તારના કોર્પોરેટરો છો. હવે તમે વધુ પડતી કમ્પ્લેન કરશો. તો તમને જોઈ લઈશું. તો સરકાર તમને અમદાવાદ મ્યુનિસિપાલટી કોર્પોરેશન દ્વારા સાબરમતી વિસ્તારમાં શેનો પગાર આપવામાં આવે છે….?
આવા વ્યક્તિઓ ઉપર જો તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં નહીં આવે. તો એએમસી ઓફિસ સાબરમતી ખાતે લોક જાગૃત વ્યક્તિઓ દ્વારા આંદોલન કરવામાં આવશે.
મારી સાબરમતી ઝોન એએમસી ઇન્સ્પેક્ટર કિરણભાઈ વનાલીયા સાહેબને રજૂઆત છે કે સાબરમતી ઝોન વિસ્તારમાં અધિકારીઓ અને તેમના એમ્પ્લોયો દ્વારા ચાલતી લાલાવાડી, ઉપર નજર રાખવામાં આવે, બપોરના ત્રણ વાગ્યા બાદ કોઈ જ વ્યક્તિ કોઈ જ અધિકારી હાજર રહેતા નથી. ફક્ત અને ફક્ત રજીસ્ટર એન્ટ્રી કરવા માટે જ આવે છે. જો આના ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો હલ્લાબોલ ન્યુઝ દ્વારા લાઈવ કરીને આનો પડદા ફાસ કરવામાં આવશે.

- Advertisement -

રીપોર્ટર : બંસી પટેલ ( સાબરમતી )

RELATED ARTICLES

Most Popular




More forecasts: oneweather.org